Collection of gujarati status in gujarati language. Set in your social profile and express your feeling with best available quotes.
ગાંધીજી ના કપડામાં એકેય
ખીસું ન હતું....
પણ જો આજે બધા ના ખીસામાં ગાંધીજી છે....!!
________________________________________________
હું એક જ શોખ જોરદાર રાખુ છું. પરિસ્થિતિ ગમે તે હોય…
ચેહરા પર હંમેશા સ્મિત રાખુ છું….
________________________________________________
કાચ ઉપર "પારો" ચડાવો તો "અરીસો" બની જાય છે.
અને કોઈને "અરીસો" દેખાડો તો "પારો" ચડી જાય છે.
________________________________________________
પતંગ અને માણસ બહુ ચગે એટલે
સમજી લેવું કે હવે એ કપાવાનો છે.
________________________________________________
દરેક માણસ હવામાં ઊડી રહ્યો છે,
તો પછી જમીન પર આટલી ભીડ કેમ છે.
________________________________________________
સપના....
અપલોડ તો તરત થઇ જાય છે
પણ પુરા ડાઉનલોડ કરતા જીન્દગી નીકળી જાય છે
________________________________________________
પ્રેમ ની કલમ હાથ માં લીધી ને ઝીંદગી નો કાગળ સરકી ગયો...
ખોટી જગ્યા એપ્રેમ થયો ને, એક શાયર વધી ગયો.
________________________________________________
જિંદગી તું જેમ જેમ ઓછી થતી જાય છે...
એમ એમ વધારે ગમતી જાય છે...
________________________________________________
ગમે એટલા ગ્રુપમાં રહો, પણ તમે છો એ જ રુપમાં રહો…
દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે.
પણ એ ક્યાં જાણે છે કે આતો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે…!!!
________________________________________________
ના રાજ જોઈએ, ન તાજ જોઈએ,
માણસ ને માણસ સાથે શોભે એવો મિજાજ જોઈએ.
________________________________________________
કેલેન્ડરની જેમ સંબંધ જીવતા થઇ ગયા છે લોકો,
જરા વિચારીયે ત્યાં તો વાર બદલાય જાય છે.
________________________________________________
તું બધું કર પણ કોઈને નડ નહિં,
જે વાત ન સમજાય એમા પડ નહિં.
________________________________________________
કિંમત એ છે જે તમે ચૂકવો છો અને મૂલ્ય એ છે જે તમે મેળવો છો.
________________________________________________
મોટા માણસના અભિમાન કરતાં
નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.
________________________________________________
અડધી દુનિયાનો ખ્યાલ એવો છે કે બીજા પાસેથી સેવા લેવામાં સુખ છે,
પરંતુ ખરેખર સુખ તો બીજાની સેવા કરવામાં જ છે.
________________________________________________
‘હું’ અને ‘મારું’ કરવા જતા ‘આપણે’ અને
‘આપણું’ કરવાથી જીવન વધારે સુખમય લાગે છે.
________________________________________________
કોઈ પણ સ્ત્રીનો ઉછેર કેવો છે એઝઘડામાં એના આચરણ દ્વારા વ્યક્ત થાય છે.
________________________________________________
માનવીની ઊંચાઈ તેના ગુણોને લીધે હોય છે,
ઊંચી જગ્યાએબેસવાથી માનવી ઊંચો થઈ જતો નથી.
________________________________________________
સુખ અને દુઃખ તો જિંદગીનાં પેકેજ ડીલ છે...
એસાથે જ મળવાનાં અને જોડાજોડ જ ચાલવાનાં....
________________________________________________
કબુતર બેઠું ડાળ પર,આંસુ પડ્યું રૂમાલ પર,
હું ફિદા તારી ચાલ પર,પછી ભલે ને પડે ગાલ પર.
________________________________________________
૧ સારું પુસ્તક ૧ સારા મિત્ર બરાબર છે.
પણ ૧ સારો મિત્ર ૧૦૦ પુસ્તકો બરાબર છે.
________________________________________________
અંધશ્રદ્ધા એ ગરીબ અને મજબૂર માણસ ની બેવફા પત્ની જેવી છે.
________________________________________________
વિશ્વાસ એવું પક્ષી છે જે પ્રભાતના પહેલાં
અંધકારમાં પ્રકાશનો અનુભવ કરાવે છે.
________________________________________________
અજાણ્યા સાથે એકદમ દોસ્તી કરવી નહી……
અને કોઈ પર આંધળો વિશ્વાસ મૂકવો નહી.
________________________________________________
વાત અને વિવાદ ને ઉકેલવા માટે ઘણી વખત,
સમજ શક્તિ કરતા, ધીરજ શક્તિ ની વધુ જરૂર પડે છે.
________________________________________________
મળેલી નિષ્ફળતા માં જો ધ્યાન તમે ધરશો, તો
નિષ્ફળતા માં પણ સફળતાને સાર્થક સૌ કરશો.
________________________________________________
સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.
________________________________________________
મને તો ચાહનારી આખી દુનિયા નજર સામે પડી છે
મારે તને ચાહવી હતી, ઍટલે ભગવાને તને ઘડી છે
________________________________________________
સમજદારી એં સમજદાર ની એક અદાકારી છે,
જે સમજે એં જ જાણે કે,
આતો એક તરફી ખુલવા વાળી બારી છે.
________________________________________________
ત્રણ વાના મુજને મલ્યા, હૈયુ મસ્તક અને હાથ,
બહુ દઈ દીધુ નાથ, જા, ચોથુ નથી માંગવું
________________________________________________
મનને બે ઘડી શાંત કરવાનું અને
ભગવાનને બે ઘડી યાદ કરવાનું સ્થળ એટલે દેવસ્થાન
________________________________________________
યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી,
પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.
________________________________________________
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે
દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
________________________________________________
તમે સુખી હો છતાં તમને તમારા સુખનું કારણ ખબર ન હોય…
તો માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો
________________________________________________
ધનવાન બનવું સહેલું છે પણ
ધનવાન બન્યા પછી ધન પચાવું બહુ અઘરું છે .
________________________________________________
ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યારે છટકવું.
આ ત્રણ વસ્તુ આવડી જાય તો જીંદગી માં ક્યારેય લટકવું ના પડે.
________________________________________________
પ્રેમ એ છે જે માણસ ને કરમાવા દેતું નથી,
અને નફરત એ છે જે માણસ ને ખીલવા દેતું નથી...
________________________________________________
જીવન તો નદી ની માફક વહેતું જ રહેવા નું ..
તમે પણ જો વહેશો તો જીવશો અને અટકશો તો ડૂબી જાસો..
________________________________________________
મહેસુસ થાય છે એટલું જો લખી શકાતું હોત,
તો કસમ થી, આ શબ્દો પણ સળગતા હોત !!
________________________________________________
અમારી ખામી અને ખુબી ની વાત અમને જ કરજો,
કૈમ કે ગામમાં અમારી બીજી કોઇ શાખા નથી
________________________________________________
* હું કેટલો બદલાઇ ગયો છું*
ઠીકરાની પાટી અને માટીના પેનની મઝા
આઇફોન અને આઇપેડ પાસે સાવ ઝાંખી પડે છે
________________________________________________
જ્યારે દુશ્મન પથ્થર મારે તો તેનો જવાબ ફુલ થી આપો ,
પણ તેં ફુલ તેની કબર પર હોવું જોયે
________________________________________________
ઓશિકું આકાશનું હું પણ કરત, આભની કિંમત જરા ઊંચી પડી.
________________________________________________
“હું જે કાંઈ બોલુ તેની માટે હું જવાબદાર છું …
પણ તમે જે સમજો છો તેની માટે નહિ..!!!
________________________________________________
ઝરમર વરસાદના બે ટીપાંની વચ્ચે, આપણે મળીયે તો કેવું?
પાસે ભલેને હોય છત્રી, પણ, ખોલીએ જ નહી તો કેવું ?
________________________________________________
કરીલો આજે ચેટીંગ મન ભરીને , કબરમાં નેટવર્ક મળે ના મળે…!!